સૂર્યગ્રહણ એક અદભુત ખગોળીય ઘટના
ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ હોવાથી તે પૃથ્વી ફરતે ૨૭.૩ દિવસમાં એક વખત પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર જે માર્ગે આ પ્રદક્ષિણા કરે છે તે માર્ગને કક્ષા કહે છે, ચંદ્રની આ કક્ષા સંપૂર્ણ ગોળ નથી પરંતુ થોડી લંબગોળ છે માટે ચંદ્ર પોતાની પ્રદક્ષિણા દરમિયાન ક્યારેક પૃથ્વીથી થોડો નજીક હોઈ છે તો ક્યારેક પૃથ્વીથી થોડો દુર હોઈ છે, જયારે તે નજીક હોઈ ત્યારે તે સામાન્ય કરતા થોડો મોટો દેખાય છે અને જયારે તે થોડો વધુ દુર હોઈ ત્યારે તે સામાન્ય કરતા થોડો નાનો દેખાય છે. આ દરમિયાન તે ક્યારેક સુર્ય અને પૃથ્વીની વચ્ચે એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે સુર્યના ચન્દ્ર ઉપર પડતા પ્રકાશનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે આથી પૃથ્વી ઉપરથી દિવસે સુર્ય ચંદ્રની પાછળ સંપૂર્ણ કે અંશતઃ રીતે ઢંકાઈ ગયેલો દેખાય છે, આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે..
સુર્યગ્રહણ વખતે ચંદ્ર સુર્ય અને પૃથ્વીની વચ્ચે એક રેખામાં આવે છે માટે એ દિવસ હમેશા અમાસનો દિવસ જ હોઈ શકે છે. આમ સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે જ થાય છે.
<img alt="" aria-hidden="true" class="i-amphtml-intrinsic-sizer" role="presentation" src="data:image/svg+xml;charset=utf-8,” />
સૂર્યગ્રહણ ના પ્રકાર
૧- ખગ્રાસ સુર્ય ગ્રહણ, ૨ – ખંડગ્રાસ સૂર્યગ્રહણ, ૩ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ
૧- ખગ્રાસ સુર્ય ગ્રહણ : જો પૃથ્વી થી ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં નજીક હોઈ સામાન્ય કરતા થોડો મોટો દેખાતો હોવાથી ત્યારે સૂર્યગ્રહણ થાય તો ચંદ્ર નજીક હોવાથી તે સુર્યની વચ્ચે આવી જાય ત્યારે પોતાની પાછળ સંપૂર્ણ રીતે સુર્યને ઢાંકી દે છે, આવા સૂર્યગ્રહણ માં સુર્ય સંપૂર્ણરીતે ઢંકાય જતો હોવાથી દિવસે પણ આકાશમાં સુર્ય કળા ધાબા જેવો દેખાય છે અને દિવસે પણ થોડી મીનીટો માટે રાત જેવું અંધારું થાય જાય છે, તેવા સુર્યગ્રહણને ખગ્રાસ સૂર્યગ્રહણ કહેછે..
૨ – ખંડગ્રાસ સૂર્યગ્રહણ : સૂર્યગ્રહણ ના દિવસે પૃથ્વીઉપરનો જે ભાગ ચંદ્રની ઉપછાયા વાળા વિસ્તારના ભાગોમાં હોઈ ત્યારે ત્યાંથી દેખાતા સુર્યગ્રહણમાં ચંદ્ર દ્વારા સુર્યને સંપૂર્ણ રીતે ઢંકાયેલો જોઈ શકતો નથી નથી પરંતુ સૂર્યનો થોડો ભાગ ( ખંડ ) જ ચંદ્ર દ્વારા ઢંકાયેલો દેખાય છે, તેવા સૂર્યગ્રહણ ને ખંડગ્રાસ સૂર્યગ્રહણ કહે છે..
૩ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ : જો પૃથ્વી થી ચંદ્ર દુર હોઈ ત્યારે સૂર્યગ્રહણ થાય તો ચંદ્ર દુર હોવાથી સામાન્ય કરતા થોડો નાનો દેખાતો હોવાથી તે સુર્યની વચ્ચે આવી જાય ત્યારે પોતાની પાછળ સંપૂર્ણ રીતે સુર્યને ઢાંકી શકતો નથી આથી આવા સૂર્યગ્રહણ માં સુર્ય સંપૂર્ણરીતે ઢંકાય જતો નથી પરંતુ ચંદ્રની સુર્યની વચ્ચે આવી જાય અને તેની ફરતે સુર્ય કંકણ ( બંગડી ) આકારે દેખાય છે હોવાથી તેવા સુર્યગ્રહણને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેછે..
<img alt="" aria-hidden="true" class="i-amphtml-intrinsic-sizer" role="presentation" src="data:image/svg+xml;charset=utf-8,” />
