પૃથ્વીના પરિઘ અને વ્યાસ કેવી રીતે માપી શકાય ?
• પૃથ્વીનો પરિઘ વિષુવવૃત ઉપર 40075.16 કિલોમીટર છે. અને ધ્રુવીય પરિઘ 40008 કિલોમીટર છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની જોડતી પૃથ્વીની મધ્યરેખા 127561.1 કિલોમીટર છે. આ માપ જાણીતા છે. પરંતુ આવડી મોટી પૃથ્વીના આટલા ચોક્સાઇભર્યા કેવી રીતે નીકળી શકે છે.?
• પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ શોધેલું. તેણે એલેક્ઝાન્ડ્રીયાના પડછાયાના આધારે આ માપ શોધેલું. આ તેણે વર્ષનો લાંબો દિવસ પસંદ કર્યો . આ દિવસે બપોરે સૂર્ય એકદમ માથા ઉપર હોય . સૂર્ય માથા ઉપર છે તે કેવી રીતે જાણી શકાય ?
• ઊંડો કુવો હોય તેમાં સૂર્યનું પ્રતિબિંબ વચ્ચોવચ પડે એટલે સૂર્ય બરાબર માથા ઉપર છે તેમ મનાય . તેણે એલેક્ઝાન્ડ્રીયા ના ટાવરનો બપોર પડછાયો લીધો.
• આ વખતે ગ્રીસના સીન ખાતે સૂર્ય માથા પર હતો પરંતુ એલેક્ઝાન્ડ્રીયામાં માથા પર આવ્યો નહોતો . ટાવરનો પડછાયો ટાવર સાથે 7.2 અંશે ખૂણો બનાવતો હતો.
• આ ખૂણો 360 અંશનો 50મો ભાગ ગણાય. તેણે સીન અને એલેક્ઝાન્ડ્રીયા વચ્ચેના અંતરને 50 વડે ગુણીને પૃથ્વીનો પરિઘ 40000 કિલોમીટર છે તેમ જાહેર કર્યું . આજે પણ આ માપ સાચા માપની વધું નજીક છે.ઉપરની માહિતી pdf માં ડાઉનલોડ કરો■ Download
ધૂમકેતુ
ધૂમકેતુઓ સૂર્યમંડળની રચના થઇ ગયા બાદ શેષ રહી ગયેલા પદાર્થો માનવામાં આવે છે.પ્લુટોની કક્ષા બાદ ઉર્ટના વાદળ નામે ઓળખાતા સૂર્યમંડળને ફરતું ગોળાકાર કવચ આવેલ છે.
આ ઉર્ટના વાદળોમાં તથા કૂઇપર પટ્ટ નામનાં પ્રદેશમાં અસંખ્ય જાણ્યા-અજાણ્યા ધૂમકેતુઓ વસે છે.સૂર્યથી અતિ દુર હોવાને કારણે સૂર્યની ગરમી ત્યાં સુધી પહોંચતી નથી તેથી આ પ્રદેશમાં ધૂમકેતુઓ શીત અને ઘન સ્વરૂપમાં જ હોય છ………………………………. આ સંપુર્ણ માહિતી જાણવા PDF FILE ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
બુધ ગ્રહની તમામ માહિતી
બુધ : ભ્રમણ કક્ષાનો પ્રથમ ગ્રહ

સૂર્યમંડળનો સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે.
સૂર્યની સૌથી નજીક હોવાથી આપણી પૃથ્વી બુધનું અવલોકન અને અભ્યાસ સરળતાથી થઇ શકતો નથી. બુધની સપાટી પર સતત ઉલ્કાના મારાથી ગોળાકાર ગર્ય પડી ગયા છે.બુધ પરનો સૌથી મોટો ગર્ત ક્લોરીઝ-બેઝીન આશરે 1300 કિ.મી પહોળો છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા ત્રીજા ભાખનું છે. પરિણામે તેનું વાતાવરણ અતિશય પાતળું છે. બુધ પર રાત્રીના ભાગમાં તાપમાન -173 ° સેલ્શિયસ અને દાવસના ભાગમાં 427 સેલ્શિયસ જેટલું હોય છે. આટલા મોટા તાપમાને સીસું અને ટીન જેવી ધાતુંઓ ઓગળી જાય છે.• સૂર્યથી લધુતમ અંતર : 460 લાખ કિ.મી
• સર્યથી મહત્તમ અંતર : 700 લાખ કિ.મી
• પૃથ્વીથી લધુત્તમ અંતર : 773 લાખ કિ.મી
• પૃથ્વીથી મહત્તમ અંતર : 2219 લાખ કિ.મી
• વિષુવવૃતીય ત્રિજ્યા (પૃથ્વીનો 0.38મો ભાગ) : 2439.7 લાખ કિ.મી
• ધ્રુવીય ત્રિજ્યા (પૃથ્વીનો 0.38મો ભાગ) : 2439.7 લાખ કિ.મી
• પરિભ્રમણ કાળ : પૃથ્વીના 87.97 દિવષ
• ધરિભ્રમણ કાળ : પૃથ્વીના 59 દિવસ
• કક્ષીય ઢાળ : 7°
• કક્ષીય ઉત્કેન્દ્રતા : 0.2056
• દીર્ઘવૃતીયતા (ચપતાપણું) : 0%
• સરેરાશ કક્ષીય વેગ : 47.87 કિ.મી પ્રતી સેકન્ડ
• વિષુવવૃતનો કક્ષીય ઢાળ : 0°
• દળ (પૃથ્વી કરતાં 0.0553મા ભાગનું) : 0.3302 × 1024 કિગ્રા
• કદ (પૃથ્વીનાં 0.562માથ ભાગનું ) : 6.083 × 1010 ઘન કિ.મી
• સરેરાશ ઘનતા : 5427 કિ.ગ્રા. પ્રતિ ઘન મીટર
• પૃષ્ઠીય ગુરુત્વાકર્ષણબળ : 3.70 મિટર પ્રતિ વર્ગ સેકન્ડ
• મુક્તિ વેગ : 4.3 કિ.મી. પ્રતિ સેકન્ડ
• સરેરાશ તાપમાન : 167°
• ઉપગ્રહ : એકપણ નથી
• વલય તંત્ર : એકપણ નથી
• મહત્તમ દ્રષ્ટી પરિમાણ : -1.9
• વાતાવરણ ના મહ્દ ધટકો : ઓક્સિજન 42%, સોડિયમ 29% , હાઇડ્રોજન 6% , પોટેશિયમ 0.5%
• વાતાવરણમાં અલ્પ ઘટકો : આર્ગોન , અંગારવાયું , પાણી , નાઇટ્રોજન , ઝેનોન , ક્રિપ્ટોન , નીઓન
• સ્વાભાવિક રીતે બુધના વાતાવરણમાં શુન્યવકાશ છે.
Download PDF file : click here
પ્રોટીન એટલે શું??
આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન , મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે.આપણ સ્નાયુઓ , ચામડી , વાળ, હ્રદય,ફેફ્સા , મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો વિકાસ પ્રોટીનથી થાય છે. એટલે બાળકોને પ્રોટીનયુક્ય આહાર આપવો જરુરી બની ગયો છે. લોહીમાં રહેલું હિમોગ્લોબીન પણ પ્રોટીનમાંથી પણ બને છે. ખોરાકમાંથી મળતા એમિનોએસિડ શરીરમાં વિવિધ પ્રકારના પ્રોટીન બનાવે છે. આપણા અનાજ, દુધ , કઠોળ વગેરેમાંથી પ્રોટીન મળે છે. કઠોળના છોડ જમીનમાંથી પોષણ મેળવે છે. કઠોળના મૂળમાં રિબોઝીન નામાના બેક્ટેરિયા હોય છે.આ બેક્ટેરિયા કઠોળના મૂળમાંથી ખોરાક મેળવી બદલામાં નાઈટ્રોજન આપે છે. આ નાઈટ્રોજન કઠોળના છોડમાં પ્રોટીન તરીકે સંગ્રહ થાય છે. આમ મગ, ચણા , ચોખા, તુવેર, વગેરે કઠોળના છોડના મૂળ જુદી જાયના હોવાથી પ્રોટીનથી ભરપુર હોય છે.
